ગુજરાત
News of Tuesday, 3rd November 2020

કોંગ્રેસના કોર્પોરેટરે સાત વર્ષ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના રાજકારણમાં ગરમાવો : તલોદ પાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર રાજુ શાહ સામે બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવ્યાની મહિલાની ફરિયાદ

તલોદ, તા. : રાજ્યમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓથી લોકોમાં આક્રોષ છે હવે તો મહિલાઓથી લઇ કિશોરીઓ પણ સ્વબચાવ માટે સરકાર પાસે હથિયાર રાખવાની માંગણી કરી કરી રહી છે. પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે, હવે તો દુષ્કર્મની ઘટનાઓમાં સગીરો પણ સામેલ હોય છે. ત્યાં હવે તલોદ નગરપાલિકાના કોર્પોરેટર સામે વર્ષ સુધી બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકરણમાં ગરમાવો આવી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકાના કોર્પોરેટર સામે તલોદની એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તલોદ નગરપાલિકાના કોર્પોરેટરસામે મહિલાએ ફરિયાદ કરી છે કે તેને લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું છે તો સાથે એક બાળકનોજન્મ પણ થયો છે તો બીજી વાર બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

તલોદ તાલુકાની મહિલાએ તલોદ પાલિકા કોર્પોરેટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તલોદ પાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર રાજુ શાહ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાને કપટ પૂર્વક મંદિરમાં મંગલસૂત્ર પહેરાવી લગ્નની લાલચ આપી સતત સાત વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ હતું. તે દરમિયાન મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. તો બીજી વાર મહિલા પ્રેગ્નેન્ટ થતા આરોપી રાજુ શાહએ મહિલાને બળજબરી પૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હોવાનું મહિલાએ ફરિયાદ નોંધાવી છે ત્યારે હવે તલોદ પોલીસ અને મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તપાસ હાથ ધરી છે. સમગ્ર કિસ્સો સામે આવતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

(7:17 pm IST)