ગુજરાત
News of Tuesday, 3rd November 2020

નશામાં પકડાયેલા કોન્સ્ટે.ને સિવિલમાં સફાઈની સજા

દારૂબંધી કાયદામાં ૧૬ વર્ષ બાદ સજા : કોન્સ્ટેબલને મેટ્રોપોલિટિન કોર્ટ દ્વારા કરાયેલી સામાજિક સેવાને પડકારાઈ હતી જે અરજી સેશન્સ કોર્ટે ફગાવી

અમદાવાદ, તા. : ફરજ પર દારૂના નશામાં પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલ ગોર્ધન કટારિયાને ૧૬ વર્ષ બાદ દારૂબંધીના કાયદા હેઠળ સજા મળી છે. કોર્ટ દ્વારા કોન્સ્ટેબલને અસારવાની સિવિલ હોસ્પિટલમાં મહિના સુધી સફાઈ કામ કરવાની સજા ફટકારવામાં આવી હતી. સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)માં કોન્સ્ટેબલ કટારિયાને પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા સામાજિક સેવાની સજા કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે આટલી સામાન્ય સજા સામે સવાલ કરીને તેને વધારવા માટે અરજી ફાઈલ કરી હતી. જોકે પાછલા અઠવાડિયે શહેરની સેશન્સ કોર્ટ દ્વારા રાજ્ય સરકારની અરજીને ફગાવી દઈને સામાજિક સેવાની સજાને સમર્થન અપાયું હતું.

કેસની વિગતો મુજબ, કટારિયા ૨૦૦૪માં શાહીબાગ ઘોડા કેમ્પમાં ફરજ દરમિયાન દારૂના નશામાં મળી આવ્યો હતો. તે દારૂના નશામાં પોતાના સહકર્મીઓને ગાળો આપી રહ્યો હતો. બાદ તેની વિરુદ્ધ પોતાના ખરાબ વર્તન તથા દારૂનું સેવન કરવા બદલ ફરિયાદ નોંધાઈ હતી. મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા કેસની સુનાવણી પૂરી કરવામાં ૧૫ વર્ષનો સમય લાગ્યો હતો. તેને બોમ્બે પ્રોહિબેશન એક્ટ હેઠળ સેક્શન ૬૬ ()મ્ તથા સેક્શન ૮૫()() અંતર્ગત દોષી જાહેર કરાયો હતો. કોર્ટ દ્વારા તેને સજા તરીકે અસારવાની સિવિલ હોસ્પિટલમાં રોજ સવારે ૧૦ વાગ્યાથી સાંજના વાગ્યા સુધી સફાઈ કામની સામાજિક સેવા કરવા કહેવાયું હતું.

જોકે રાજ્ય સરકાર આટલી સામાન્ય સજાથી ખુશ નહોતી અને તેણે ચૂકાદાને શહેર સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. સરકારનું માનવું હતું કે પોલીસકર્મીને જેલની સજા થવી જોઈએ. પ્રોહિબિશન એક્ટરના સેક્શન ૯૨ અંતર્ગત સામાજિક સેવાની સજા આપવી મેજિસ્ટ્રેટ કોર્ટનો ભૂલભરેલો ચૂકાદો છે. પ્રોહિબિશનના કાયદા હેઠળ પહેલીવારના ગુનામાં મહિનાની જેલની સજા થાય છે અને કોર્ટ મહિનાથી ઓછી જેલની સજા કરી શકે. જોકે સેશન્સ કોર્ટે સરકારની માગણીને ફગાવી હતી અને કટારિયાને સિવિલ હોસ્પિટલ સાફ કરવાની આપેલી સજાને માન્ય રાખી હતી. કોર્ટે નડિયાદમાં એસઆરપી ગ્રુપ ૭માં કટારિયાના ઉપરી અધિકારીને ઓર્ડર મોકલ્યો હતો, જેથી તેઓ હોસ્પિટલના સત્તાધિકારીઓ સાથે મળીને વ્યવસ્થા કરી શકે.

(7:18 pm IST)