ગુજરાત
News of Tuesday, 3rd November 2020

નીચલી માથાસર માસ્કી ફળીયામા જવાનો રસ્તો 15 વર્ષથી ન બનતા લોકોમાં આક્રોશ

108 કે અન્ય વાહન આ માર્ગ ઉપરથી પસાર ન થતા ઇમરજન્સી સમયે મોટી તકલીફ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના નીચલી માથાસર મોસ્કી ફળિયાનો ખખડધજ માર્ગ છેલ્લા 15 વર્ષ થી બન્યો ન હોવાથી 2 કિલોમીટરના અંતર માંથી પસાર થવું મુશ્કેલ બન્યું હોવા છતાં સરકાર કે સ્થાનિક તંત્ર ગ્રામજનો ની વર્ષોની આ ફરિયાદ ધ્યાને ન લેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

  કેટલાક ગામ લોકોના જણાવ્યા મુજબ માથાસર ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અન્ય વિકાસ કામો થતા હોય તો આ તરફનો માર્ગ કેમ ગ્રામપંચાયત 15 વર્ષ થી ધ્યાન પર લેતું નથી.માટે ભંગાર હાલતનો આ માર્ગ પણ વહેલી તકે બનાવે તેવી માંગ ઉઠી છે.
 ગામના સરપંચ સોમાભાઈ ના જણાવ્યા મુજબ નવા કામોમાં આ ફળિયાનો માર્ગ બને તે બાબતે કાર્યવાહી કરી છે પરંતુ હાલમાં પણ આ માર્ગ મેટલ વાળો જ બનશે પાકો માર્ગ હમણાં બને તેવી કોઈ શક્યતાઓ નથી.

(8:51 pm IST)