ગુજરાત
News of Tuesday, 3rd November 2020

રાજપીપળા રબારી ફળિયાના 2 ઘરોમાં ગેસ સિલિન્ડરમાંથી ગેસના બદલે પાણી નીકળતા રોષ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના સિંધીવાડ રબારી ફળિયાના 2 ઘરોમાં રાંધણ ગેસના બોટલમાંથી ગેસના બદલે પાણી નીકળતા ગૃહિણીઓમાં રોષ જોવા મળ્યો હતો જેમાં રબારી ફળિયામાં રહેતા ખેરુંનિશા હનીફ મહંમદ દીવાન અને ગીતાબેન ભરતભાઈ વસાવાના ઘરે ગેસ સિલિન્ડર ચાલુ કરતા અંદરથી ગેસના બદલે પાણી નીકળતા આ સલ્મ વિસ્તારના ગરીબ પરિવારો મોંઘાદાટ ગેસના બોટલોમાં પાણી નીકળતા અકળાઈ ઉઠ્યા હતા ત્યારબાદ જેતે એજન્સીના ડીલરને ત્યાં પોતાનો બોટલ બદલાવવા દોડ્યા હતા.આમ પણ ગેસ એજન્સીના ડિલિવરી બોય બોટલ ડિલિવરી કરતા સમયે વધારાના રૂપિયા પડાવતા હોવની વારંવાર બુમો ઉઠવા છતાં તંત્ર કે એજન્સીના સંચાલકો આ બાબત નજર અંદાજ કરતા હોય મધ્યમ ગરીબ વર્ગના પરિવારો આ કારમી મોંઘવારીમાં આવી લૂંટ બાબતે અકડાયેલા હતા ટેવાજ સમયે બોટલમાંથી પાણી નીકળવાની નવી બુમ આવતા તંત્ર આ બાબતે કડક પગલાં લે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

(8:56 pm IST)