દેવમોગરા ગામ પાસે ટેકરા સાથે અથડાયેલી મો.સા.હવામાં ઉછળતા 6 ને ગંભીર ઈજાઓ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડીયાપાડાના દેવમોગરા પાસેથી પોતાની મો.સા.નં. GJ- 16-CQ-7645 પુરઝડપે આવી ટર્ન મારવા જતા મો.સા.ઉપરનો કાબુ ગુમાવી દઈ મો.સા.ટેકરાને અથાડી હવામાં ઉછડી જતા અંકુરભાઇ મનોજ ભાઇ વસાવાને ફ્રેકચર કરી કેતનભાઇ રાજેશ ભાઇ વસાવા, અલ્પનાબેન કુવરજીભાઇ ચોધરી તથા કલ્પના બેન કુંવરજીભાઇ ચૌધરી, હેમાંગની બેન નિર્મલ ભાઇ ચૌધરીને ઇજાઓ કરી રજનીશ લાલસિંગ ભાઇ વસાવાને ફ્રેકચર અને માથામાં ઇજા કરી તેની પાછળ બેસેલ અનિલભાઇ મનુ ભાઇ વસાવાને પણ ઇજા થઈ હતી જ્યારે મોટર સાયકલ ચાલક રજનીશભાઇ લાલસિંગભાઇ વસાવાએ પણ મો.સા.પુરઝડપે હંકારી લાવી રોડની સાઇડે આવેલ ટેકરાની તળ સાથે અથાડી મો.સા.ને હવામાં ઉછડી અલ્પનાબેનને તથા પોતાને ઇજાઓ પહોચાડતા દેડિયાપાડા પોલોસે ગુનો દાખલ કર્યો છે.