ગુજરાત
News of Tuesday, 3rd November 2020

રાજપીપળા રાજેન્દ્રનગર સોસાયટીની મહિલા પાસે પેટીએમ ક્યુંઆર કોર્ડ મેળવી 34 હજારનો ચૂનો ચોપડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા વિરાજ કુમારી અભિજીત સિંહ જાડેજાએ OLX એપ ઉપર ટેબલેટ ફોટા ઓ પાડી તેની કિમત રૂપિયા.૭૦૦૦ રાખી પોતાના મોબાઈલ નંબરની વિગત સાથે વેચાણ માટે મુકતા જયદીપ નામના શખ્શે ફરીયાદીના મોબાઈલ ઉપર સંપર્ક કરી ગ્રાફિક્સ પેન ટેબલેટ પોતાની ખરીદી કરવાનુ જણાવી તેમને વિશ્વાસમા લઇ પેટીએમ કન્ફરમેશન માટે એક રૂપિયો મહિલાના બેંક ખાતામા જમા કરાવી તેમના ખાતામાં સાત હજાર નાખેલ છે અને તેની પ્રોસેસ ચાલુમાં હોવાનું જણાવી ફરીયાદીને વિશ્વાસ લઈ જયદીપે પેટીએમ ક્યુંઆર કોર્ડ ફરીયાદીના વોટ્સએપ નંબર ઉપર મોકલી સ્કેન કરવા માટે જણાવતા ફરીયાદીએ સ્કેન કરતા જયદીપે મહિલાના ખાતામાંથી અલગ અલગ તબક્કામાં કુલ રૂપિયા.૩૪૦૦૦ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી ગુન્હો કરતા વિરાજ કુમારીની ફરિયાદના આધારે જયદીપ વિરુદ્ધ રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(9:00 pm IST)