ગુજરાત
News of Tuesday, 3rd November 2020

બનેવીનું અપહરણ કરી દુષ્કર્મના કેસનો કારસો કરનારા પાંચ જબ્બે

ભરણપોષણનો કેસ પાછો ખેંચાવવા માટે કારસ્તાન : યુવકનું અપહરણ કરી છોકરીઓ સાથે નિર્વસ્ત્ર ફોટા પડાવી યુવકને ફસાવવા જતાં આરોપીઓ ઝડપાઈ ગયા

કલોલ, તા. ૩ : કોઈ ફિલ્મી સ્ટોરી જોતા હોય તે પ્રકારના આખા ઘટનાક્રમમાં આખો પ્લાન અપહ્યતની બહેનના જેઠે ઘડ્યો હતો. જેમાં ભરણપોષણનો ચાલતો કેસ પાછો ખેંચાવા અને પૈસા પડાવવા માટે યુવકનું અપહણ કરીને યુવતી સાથે નગ્ન ફોટો લઈ લેવાયા હતા. જે બાદ યુવક સામે જ દુષ્કર્મનો કેસ નોંધાવા માટે આરોપીઓ નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે કેસ નોંધાય તે પહેલાં કલોલ પોલીસ  ત્યાં પહોંચી ગઈ હતી અને યુવકને બચાવીને ત્રણ મહિલા અને બે શખ્સો મળી કુલ પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. મૂળ બનાસકાંઠાના જાળી ગામના અને હાલ મહેસાણા ખાતે રહેતાં ૨૬ વર્ષીય યુવક છતરાભાઈ બાળકાભાઈ રબારીએ આ અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ પાંચ વર્ષ પહેલાં તેની બહેનના લગ્ન થરાદના રાહ ગામે થયા હતા. જેમાં સાટા પદ્ધતિમાં બહેનની નણંદ સાથે ફરિયાદી યુવકની સગાઈ થઈ હતી. લગ્નના બે વર્ષ બાદ ફરિયાદીના સાસરી પક્ષે કાઢી મુકતા તેઓએ કોર્ટમાં ભરણ પોષણનો કેસ દાખલ કર્યો હતો. જેનો બદલો લેવા માટે યુવકનું અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. નોંધનીય છે કે, એક ઈકો ગાડીમાં બે મહિલા આવી હતી, જે પ્રતિક્ષાને બેસાડીને અમદાવાદ બાજુ નીકળી હતી. જ્યારે બંને શખ્સો ફરિયાદીને યુવકને ઝબરજસ્તી બાઈક પર બેસાડીને ઉઠાવી ગયા હતા.

યુવકે બંને શખ્સોને ક્યાં લઈ જતા હોવાનું પૂછતાં તેઓએ કેમ ભરણ પોષણનો કેસ પાછો ખેંચતા નથી, આજે તને જાનથી મારી નાંખવાનો છે. પ્રતિક્ષા અમારી સાગરીત છે અને અમોએ તને ફસાવ્યો છે.લ્લ કહ્યું હતું આગળ જતા તેઓએ યુવકને ગાડીમાં બેસાડી આશાના ઘરે લઈ જઈને પાંચેય લોકોએ યુવકનાં કપડા કાઢ્યા હતા. જે બાદ યુવકને પ્રતિક્ષાના કપડાં કાઢવા માટે દબાણ કરતાં યુવકે તે પ્રમાણે કર્યું હતું. સમગ્ર ઘટનાના ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી ૫ લાખની માંગણી કરી હતી.

પોલીસે સીસીટીવીથી લઈને ફોન સર્વેલન્સની મદદથી નરોડા પહોંચી ગઈ હતી. જેમાં કલોલ પોલીસે પુંજા રબારી અને જયેશ પટેલને દબોચી લીધા હતા. જેઓ યુવક અંગે પુછતા જાણવા મળ્યું હતું કે, ત્રણેય મહિલાઓ યુવકને નરોડા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ત્રણેય મહિલા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કરવા લાગી હતી. આ દરમિયાન જ કલોલ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. કલોલ પોલીસે નરોડા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. બંને પરિવારો વચ્ચે માથાકુટ વચ્ચે ૧ મહિના પહેલાં યુવકના ફોન પર એક નંબરથી પ્રતિક્ષા નામની યુવતીનો ફોન આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે અવાર-નવાર વાતો થવા લાગી હતી. આ દરમિયાન પ્રતિક્ષાએ હું તમને પ્રેમ કરું છું કહીં પ્રેમનો એકરાર કર્યો હતો. શુક્રવારે સવારે યુવક પર યુવતીનો ફોન આવ્યો હતો અને કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે આવી જા આપણે આજે ગેસ્ટ હાઉસમાં જવું છેલ્લ કહ્યું હતું. જેને પગલે યુવક કલોલ સિંદબાદ હોટલ પાસેથી પોતાના ભાઈ સાથે અંબિકા બસસ્ટેન્ડ પહોંચ્યો હતો. જ્યાંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું.

(9:49 pm IST)