ગુજરાત
News of Tuesday, 3rd November 2020

અમદાવાદના બહેરામપુરમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી : પાંચ ફાયર ફાયટરો પહોંચ્યા

આસપાસ મોટી સંખ્યામાં મજૂરી કામ કરતા લોકો રહેતા હોવાથી ભારે નાસભાગ

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા આગ પર કાબુ મેળવવા માટે 5 ફાયર ફાઇટરને ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે.

બહેરામપુરા ગોડાઉન આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસ હાલ જારી છે જોકે આગ ક્યાં કારણે એ હાલ જાણી શકાયું નથી. સ્થાનિક લોકોએ આગના ગોટા જોતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ગોડાઉન જે સ્થળ પર આવેલી છે ત્યાં આસપાસ મોટી સંખ્યામાં મજૂરી કામ કરતા લોકો રહેતા હોવાથી ભારે નાસભાગ થઈ જવા પામી છે.

જો કે, આ આગના બનાવને લઈ લોકોમાં આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેથી તમામ લોકોને ઘટના સ્થળ પરથી દુર કરી દેવામાં આવી રહ્યા છે

(11:10 pm IST)