ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરતના કતારગામ ઝોનમાં આરોગ્ય અધિકારી પર હાજરી કૌભાંડનો આરોપ:યુનિયન દ્વારા શાહી ફેંકાઈ

સુરત :મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં બેલદારોના પ્રશ્ને આરોગ્ય અધિકારી પર શાહી ફેંકવામાં આવી છે. બપોરના સમયે આરોગ્ય અધિકારી ડો. શ્રોફ સાથે યુનિયનના પાંચેક લોકો વાતચીત માટે આવે છે. જેમાં વાતચીત દરમિયાન જીભાજોડી કરવાની સાથે ઉધ્ધતવર્તન થાય છે. યુનિયનના એક વ્યક્તિ દ્વારા ડો. શ્રોફને ભ્રષ્ટાચારી કહીને તેમના પર શાહી ફેંકવામાં આવે છે. કાળુ મોઢુ કરવાની ચીમકી આપીને યુનિયનના લોકો દ્વારા ઓફિસમાં જ નારેબાજી કરવામાં આવે છે. જેથી અન્ય અધિકારીઓ વચ્ચે પડીને યુનિયનના માણસોને ઓફિસની બહાર મોકલે છે. શાહી ફેંકાયા બાદ પોલીસ બોલાવવાની પણ અધિકારીઓએ તૈયારી કરી હોય છે ત્યાં યુનિયનના લોકો જતા રહે છે.

નિયનના માણસો દ્વારા પાલિકાના કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. શ્રોફ પર શાહી ફેંકતા અગાઉ યુનિયનના અધિકારીઓ ઉગ્ર રીતે વાત ચીત કરતાં હોય છે. ત્યારે અન્ય અધિકારીઓ તેમને શાંતિ રાખવા માટે સલાહ આપે છે. જો કે તે દરમિયાન એકાદ બે જણ કહે છે કે શાંતિથી ઘણા સમયથી રજૂઆત કરતાં પરંતુ કોઈ સાંભળતું નથી.

(12:09 am IST)