ગુજરાત
News of Tuesday, 3rd November 2020

મોડાસાના તખતપુરા ગામે ખેતરમાંથી ૪૮ છોડ સાથે નશાની ખેતી કરનાર ખેડૂતને એસઓજી ઝડપી લીધો

ખેતરમાં કપાસની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરી હતી

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે જીલ્લામાં એસઓજી પોલીસે નશાની ખેતી ઝડપી પાડી હતી જીલ્લામાં ગાંજાનું વ્યસન પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે શહેરી વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદીની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે જીલ્લામાં ગાંજાના બંધાણીઓ ખેતરમાં કે ઘરની આજુબાજુ એકાદ બે છોડ વાવી નશાને સંતોષતા હોય છે.

અરવલ્લી એસઓજી પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમે પેટ્રોલીંગમાં હતી એસઓજી હેડકોન્સ્ટબલ કલ્પેશસિંહને તખતપુરા ગામે સુરજી અસારીએ તેના ખેતરમાં કપાસની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરી રહ્યો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે એફએસલ અધિકારી,પંચો સાથે રાખી રેડ કરી કપાસના ખેતરમાં શોધખોળ હાથધરતા કપાસના વાવેતર કરેલ ખેતરમાં કપાસની વચ્ચે થોડા થોડા અંતરે ગેરકાયદેસર ઉછેરેલ 48 છોડ મળી આવતા એસઓજી પોલીસે 48 છોડ કીં.રૂ.46630/- નો જથ્થો જપ્ત કરી નશાની ખેતી કરનાર સુરજી થાવરાભાઈ અસારીની ધરપકડ કરી કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

(12:40 am IST)