ઢોલાર ગામમાં યુવાનને માર મારી ઘરમાં દોરડા વડે બાંધી ગોંધી રાખનાર 04 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામમાં યુવાનને રસ્તામાં રોકી માર મારી ઘરમાં ગોંધી રાખનાર ચાર વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે ફરીયાદ થઈ છે.
મળતી માહિતી મુજબ સુનીલભાઇ સુરેશભાઇ વસાવા(રહે.ઢોલાર)એ આપેલી ફરીયાદ પ્રમાણે તારીખ 31 ના રોજ સવારે તેઓ તથા નિકેશભાઇ, અમીનભાઇ રતિલાલ વસાવા,કેતનભાઇ મહેશભાઇ વસાવા,શૈલેશભાઇ પુંજાભાઇ વસાવા,યોગેશભાઇ સેનિયાભાઇ વસાવા પિકઅપ ગાડીમાં બેસીને ગામમાંથી પસાર થતા હતા તે દરમ્યાન હિતેશભાઇ બાલુભાઇ વસાવા અને યોગેશભાઇ બાલુભાઇ વસાવાએ પીકપ ગાડીની આગળ ઉભા રહી અવરોધ કરી તેમના કોલરને પકડીને ગાડીમાંથી નીચે ઉતારી ગાળો બોલી ઢીક્કાપાટુનો મારમારતા હતા ત્યારે તેમનું ઉપરાણુ લઈ કિશનભાઇ સુરેશભાઇ વસાવા અને સુરેશભાઇ બાલુભાઇ વસાવા ત્યાં દોડી આવી ઢીક્કા પાટુનો માર મારી તેઓ ચારેય એ સુનિલ વસાવને નજીક મા આવેલ હિતેશ વસાવના ઘરમા બળજબરીથી લઈ જઈ દોરડાથી પગ બાંધી ઘરમાં ગોંધી રાખી ગેર કાયદેસર અટકાયત કરી ગુનો કરતા આમલેથા પોલીસ મથકે ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.