ગુજરાત
News of Wednesday, 3rd November 2021

મોર્નિંગ વોકમાં નીકળેલ સતત ડીપ્રેસનમાં રહેતી અમદાવાદની મહિલાનો અંતે સુરતથી પતો મળ્યો

કોરોના ત્રીજી લહેર આવે કે ન આવે બીજી લહેરનું ડિપ્રેશન હજુ યથાવત હોવાનું ગવાહી પુરતી એક મહિલાની હૃદયસ્પર્શી કથા : દીપોત્સવી બંદોબસ્ત વચ્ચે ડીવાયએસપી કે.ટી.કામરિયા દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી કેમેરાઓ તપાસવા આખી પોલીસ ફોજ કામે લગાડી દીધેલઃ પતિ અને પાંચ વર્ષની બેબીનું માતા સાથે મિલન, આઈજી અને એસપી દ્વારા આખી ટીમને બિરદાવી

રાજકોટ તા.૩:   પોલીસ માટે કહિએ તો ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ કે સ્ટાફને બાદ કરીએ તો પોલીસ કયારેય રજા પર હોતી નથી. અનિવાર્ય પારિવારિક સંજોગો સિવાય પોલીસ પોતાના પરિવારના ભોગે લોકોની મુશ્કેલી અને તકલીફ દૂર કરવા તત્પર હોય છે, આવું જ કઈક તાજેતરમાં બન્યું , તહેવારોના બંદોબસ્તની વ્યવસ્થા સુદ્રઢ રીતે ગોઠવી બધું સરસ ગોઠવાઈ ગયાનું સંતોષ માણી રહ્યા હતા. ત્યાં એક ભાઈ હાફળા ફાફળા થતાં સાણંદના વિભાગીય વડા કે.ટી.કામરિયા પાસે પહોંચી પોતાના પત્ની ગૂમ થયા હોવાની ફરિયાદ કરતા તેઓ દ્વારા તુરંત ગંભીરતા સમજી ફરિયાદી ભાઈને આશ્વાશન આપી પોતે તુરંત પતો સ્ટાફ મારફત લગાડી દેશે તેવી ખાત્રી આપી તેમને પાણી આપી સ્વસ્થ કર્યા, ત્યારબાદ તેઓ દ્વારા ગૂમ થયેલ બહેનનો ફોટો તથા કયાંથી ગુમ થયા વિગેરે બાબતની એક સાદી અરજી લખાવી, અને માનવીય અભિગમ ધરવતા મૂળ સૌરાષ્ટ્રના મોરબી પંથકના આ કાર્યદક્ષ અધિકારી દ્વારા તુરત પોલીસ ઇન્સ્પેકટર સહિત વિવિધ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચકાસણી શરૂ કરાવી.                               

ગૂમ થયેલ રાધિકાબેન એમ.બી.એ થયેલ રાધિકબેનને પાંચ વર્ષની બેબી પણ છે, ચર્ચાતી વાતો મુજબ રાધિકા બેન કોરોના કાળ બાદ ડિ પ્રેશનમા રહેતા હતા.   આવી હાલતમાં ર્મોનિંગ વોકમા નીકળ્યા બાદ ઘર પરત ફર્યા ન હતા. પોલીસ દ્વારા તુરંત કાર્યવાહી શરૂ કરી અને સીસીટીવી દ્વારા તમામ રૂટ નો અભ્યાસ શરૂ કરવા સાથે ટેકનીકલ સોર્શ કામે લગાડી આખરે અમદાવાદથી શરૂ થયેલ પોલીસની શોધ ખોળ યાત્રા સુરતના સેલ્ટર હોમ સુધી પહોંચી અને ત્યાંથી પતો લગાડી આપતા , અમદાવાદ રેન્જ વડા વી.ચંદ્ર શેખર અને એસપી વીરેન્દ્ર યાદવ કે.ટી.કામરિયા ટીમ પર અભિનંદન વર્ષા કરી, બીજી તરફ પતિ કનેશ ભાઈ પણ ડીવાયએસપી કે.ટી.કામારિયા ટીમ દ્વારા થયેલ કાર્યવાહી પર આફ્રિન પોકારી ગયા અને હર્ષના આંશુ સાથે તમામ અધિકારી સ્ટાફ તથા ટીમનો આભાર માન્યો હતો.

(2:56 pm IST)