News of Friday, 3rd December 2021
અમદાવાદમાં BRTSની 60 ઇલેક્ટ્રિક બસો નવી આવશે : શહેરમાં 4 નવા રૂટ શરૂ કરાશે
શહેરને પ્રદુષણ મુક્ત કરવાના પ્રયાસ રૂપે કુલ 200 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડશે
અમદાવાદમાં BRTSની 60 ઇલેક્ટ્રિક બસો નવી આવશે. જે બાદ શહેરમાં 4 નવા રૂટ શરૂ કરવામાં આવશે. આમ અમદાવાદ શહેરને પ્રદુષણ મુક્ત કરવાના પ્રયાસ રૂપે કુલ 200 જેટલી ઇલેક્ટ્રિક બસો શહેરમાં દોડશે.
શહેરમાં કુલ 4 નવા રૂટમાં વાસણાથી હંસપુરા રિંગરોડ. નહેરૂ નગરથી સાણંદ સર્કલ. નહેરૂનગરથી સાઉથ બોપલ તેમજ મણિનગરથી એરપોર્ટ વચ્ચે રૂટ શરૂ કરાશે.ઇલેક્ટ્રીક બસ બીઆરટીએસ કોરિડોર બહાર જ ચલાવાશે. સીએમ શુક્રવારે ઇલેક્ટ્રિક બસોને ફ્લેગઓફ કરશે.
(11:29 pm IST)