ગુજરાત
News of Friday, 3rd December 2021

રાજપીપળા અંકલેશ્વર ભરૂચ વાઘોડિયા અને ચાણોદના સેવાભાવી મિતગ્રુપના સભ્યોએ અલગ અલગ જગ્યા એ રક્તદાન કર્યુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા ; નર્મદા જિલ્લાના મીત ગ્રુપના સદસ્યો છેલ્લા આઠ વર્ષથી નિસ્વાર્થ ભાવે બ્લડ ડોનેટ કરી વિકટ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવ્યા છે મીત ગ્રુપના યુવાનોએ આઠ વર્ષ પહેલા રાજપીપલા બ્લડ બેન્ક પાસે ડુંગર વિસ્તારના એક આઘેડને રડતો જોયો ત્યારે મિત ગ્રુપના યુવાનોએ પૂછ્યું વડીલ કેમ રડો છો કોઈ મદદ જોઈતી હોય તો બોલો વડીલે કહ્યું મારી દીકરી બીમાર છે એને લોહીના બોટલની જરૂર છે એની વ્યવસ્થા થઈ નથી મને કોઈ ઓળખતું નથી ત્યારે તુરંત મિતગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ વસાવાએ બ્લડ ડોનેટ કરી લોહીની વ્યવસ્થા કરી એનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ મિતગ્રુપના યુવાનોએ સમયાંતરે બ્લડ ડોનેટ કરવાનું અને બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું નક્કી કર્યું,જેમાં વડોદરાના જતીન શાહ ની પ્રેરણા મુજબ સેવાકાર્ય કરવાનું ચાલુ કર્યું બાદ માં ફક્ત દસ યુવાનોથી ચાલુ થયેલા મિત્ર ગ્રુપ માં હાલની સ્થિતિએ નર્મદા વડોદરા વિદ્યાનગર ભરૂચ અંકલેશ્વર ચાણોદ હાલોલ સહિતના જિલ્લામાં ૭૦૦ થી વધુ લોકોનું ગ્રૂપ બની ગયું છે.જેમાં આ યુવાનો જન્મ દિવસની ઉજવણીમાં પણ ફાલતુ ખર્ચ ન કરી બ્લડ ડોનેટ જેવા સેવકાર્યો કરે છે,અત્યાર સુધી મિત ગ્રૂપે બ્લડ ડોનેશન દ્વારા હજારો લોકોના જીવ બચાવ્યા છે જેમાં હાલમાં પણ અલગ-અલગ ચાર જગ્યાઓ પર મીત ગ્રુપના પ્રમુખ જીગ્નેશભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ ઈમરજન્સીમાં પાચ દર્દીઓને લોહીનું દાન કરવામા  આવ્યું છે.

(11:41 pm IST)