ગુજરાત
News of Friday, 3rd December 2021

ડેડીયાપાડાના ઈંન્દલાવી ગામે પૈસા નહિ આપનાર પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઈંન્દલાવી ગામમાં વાપરવાના પૈસા નહિ આપનાર પત્નીને પરાઈ મારી મોતને ઘાટ ઉતારનાર પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે.

મળતી માહિતી મુજબ વિનોદભાઇ ઉર્ફે વિનેશભાઇ જાતરભાઇ વસાવા( રહે ઈંન્દલાવી નિશાળ ફળીયા) એ પોતાની પત્ની ટીનાબેન પાસે વાપરવાના પૈસા માંગતા પત્નીએ વાપરવાના પૈસા નહીં આપતા પતિ ગુસ્સે થઇ આવેશમા આવી ધરમા રાખેલ લોખડની પરાઇ ટીનાબેનના માથામા મારી ગંભીર ઇજા કરી સ્થળ પર ખુન કરી મોત નિપજાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે પતિ વિનોદ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

(11:42 pm IST)