ગુજરાત
News of Friday, 3rd December 2021

રાજપીપળા નાગરિક બેન્કની કામગીરીના બંદોબસ્તમાં ગયેલા પી.આઈ. મોહનસિંહ ચૌહાણ પર કોયતા વડે હુમલો

નાગરિક બેંક દ્વારા સીલ મારેલી દુકાનની આગળ ગેરકાયદેસર દબાણ કરી દુકાન શટર સાથે બનાવતા બેંક પોલીસને લઇ ત્યાં જતા હુમલો થયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નાગરિક બેંકની કામગીરી માટે પોલીસ બંદોબસ્ત માં ગયેલા ઇન્ચાર્જ ટાઉન પી.આઈ પર સામાંવાળાએ કોયતા વડે હુમલો કરી પી.આઈ.ને ઇજા કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોહનસિંહ ભીખાજી ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપલા પોલીસ સ્ટેશન નાઓએ આપેલી ફરિયાદ મુજબ તારીખ 1નવેમ્બરે બપોરે રાજપીપલા નાગરિંક બેંક લીમીટેડ બેંકમાંથી ધિરાણ મેળવેલ લોન ખાતેદાર શબ્બીરહુસેન શેખએ શીટ નંબર-૨૫ સર્વે નંબર ૧/૨૩ વોર્ડ નંબર-૬ ઘર નંબર-૩૪ વાળી મિલ્કત ઉપર લોન મેળવી જે નહી ભરી ફરાર થઇ જતા બેંક દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ મિલ્કતને શીલ મારી જપ્તીની કાર્યવાહી કરવામા આવી હોય જે શીલ મારેલ મિલ્કતના આગળના ભાગે ઓટલાવાળી જગ્યામાં મહંમદ હનીફ હબીબભાઈ મનીયાર જે લોન મેળવેલ ખાતેદારના સગા ભાઈ થતા હોય તેમણે ગેરકાયદેસર દબાણ કરી દુકાન શટર સાથેની બનાવી તેમાં ભંગારનો સામાન રાખતા આવેલ હોય અને બેંક તરફથી જણાવવા છતા ખાલી કરતા ન હોય આ શીલ મારેલ મિલ્કત પરત મેળવવા માટે અને શીલ ખોલવા માટે મનાઇ હુકમ મેળવવા માટે નામદાર કોર્ટમા દાવો દાખલ કરેલ હોય જે અરજી નામદાર કોર્ટે ના મંજુર કરેલ હોય જે મિલ્કતનો કબ્જો સર સામાન હટાવી બેંકે શીલ મારેલ મિલ્કતનો સંપુર્ણ કબ્જો પરત લેવા માટે ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની માંગણી કરતા મહંમદહનીફ હબીબભાઈ મનીયાર દ્વારા દબાણ કરેલ મિલ્કતમાં શીલ મારવાની કાર્યવાહીમાં બેંકના અધિકારી તેમજ કર્મચારીઓની કામગીરીમાં રૂકાવટ તેમજ પોલીસ કામગીરીમાં સ્વેચ્છાપુર્વક અડચણ કરેલ હોય જેથી પોલીસ માણસો સાથે આ જગ્યાએ જઇ મહંમદ મણિયારને શાંતિથી સમજાવી સહકાર આપવા માટે જણાવતા તેણે કોયતું મારી પતાવી દેવાની ગુન્હાહીત ધમકી આપી કોયતુ દુકાનમા આવેલ લાડકાના ઘોડેને જોરથી મારી ટાઉન પી.આઈ.ચૌહાણને કોયતું ગળાના ભાગે મારવા માટે હુમલો કરતા પી.આઈ.એ હાથ પકડી લેતા કોયતાની ધાર ગળાના ભાગે ડાબા હાથની કોણીના ભાગે ઉઝરડાની ઇજાઓ કરી ઝપાઝપી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે મહંમદ હનીફ હબીબભાઈ મનીયાર વિરુદ્ધ ઘૂનો દાખલ કર્યો છે.

(11:43 pm IST)