ગુજરાત
News of Friday, 3rd December 2021

ગુજરાતમાં મતદાર યાદી સુધારવા અરજી સ્વીકારવાની મુદત ૫મી ડિસેમ્બર સુધી વધારાઈ

હવે ગુજરાતના નાગરિક ૫મી સુધી નામ સુધારા માટે અરજી કરી શકશે

ગાંધીનગર : રાજ્યના નાગરિકોની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણાની તારીખ ૫ ડિસેમ્બર સુધી લંબાવેલ છે.

ભારતના ચૂંટણી પંચના તા.૦૩/૦૮/૨૦૨૧ના પત્રથી તા.૦૧.૦૧.૨૦૨૨ની લાયકાતની તારીખે મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ હતો. જે મુજબ હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૧/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ સુધીનો નિયત કરવામાં આવેલ હતો.

            પરંતુ રાજ્યના નાગરીકો તરફથી આ કાર્યક્રમમાં વધુ લાભ લઇ શકે તે હેતુથી ભારતના ચૂંટણી પંચે તેઓના તા.૩૦/૧૧/૨૦૨૧ના પત્રથી હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૦૧/૧૨/૨૦૨૧ થી તા.૦૫/૧૨/૨૦૨૧ સુધી લંબાવેલ છે. આથી, આ લંબાવેલા સમયગાળા દરમ્યાન ૧૮-૧૯ વયજૂથ કે તે સિવાયના વયજૂથના પણ મતદાર તરીકે નોંધણી કરાવેલ ન હોય તેવા નાગરીકો વધુમાં વધુ મતદાર તરીકે નોંધણી કરાવે તે માટે નાગરિકો/મતદારોને અનુરોધ કરવામાં આવે છે.

            વધુમાં જિલ્લા કક્ષાએ તેમજ મતદાર નોંધણી અધિકારી કક્ષાએ પણ આ માટે ખાસ આયોજનો કરી વધુમાં વધુ મતદારો નોંધણી કરાવે તે માટે પ્રયત્નો હાથ ધરવા મુખ્ય અર્વાચીન અધિકારીની યાદીમાં અનુરોધ કરેલ છે

(9:00 pm IST)