ગુજરાત
News of Friday, 3rd December 2021

કેવડીયામાં ભાજપ બક્ષીપંચ મોરચાની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકનો પ્રારંભઃ પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડનું માર્ગદર્શન

તા.૩, ૪, પ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે યોજાયેલ આ બેઠકમાં સમગ્ર દેશમાંથી મોરચાના ૧૨૦ હોદેદારોની ઉપસ્થિતિઃ સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેેલ ખાસ ઉપસ્થિત રહેશેઃ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણજી, મહાસચિવ, બી.એલ.વર્મા ઉપરાંત ત્રિપુરાના સાંસદ, હીમાચલ, આસામ, બિહાર, ગોવા, હરીયાણા, ઉત્તરપ્રદેશનાં ધારાસભ્યોની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ, તા., ૩: આજથી કેવડીયા કોલોની ખાતે ભાજપ બક્ષીપંચ મોરચાની રાષ્ટ્રીય કાર્યકારીણીનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારી દેશભરમાંથી મોરચાનાં ૧૨૦ સભ્યો ઉપસ્થિત રહી છે. ઉપરાંત મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહાસચિવ, તેમજ સમાપન સમારોહમાં રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીતના આગેવાનોની ઉપસ્થિતિ રહેશે.

કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે યોજાયેલ આ બક્ષીપંચ મોરચાની રાષ્ટ્રીય કાર્યકારીણીની વિસ્તૃત વિગતો જાહેર કરતા ગુજરાત ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચાનાં અધ્યક્ષ ઉદયભાઇ કાનગડે જાહેર કર્યા મુજબ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારણી બેઠક આગામી તારીખ ૩, ૪ અને પ ડીસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે યોજાશે. જેમાં ઓબીસી મોરચાના ૧૨૦ હોદેદારો હાજર રહેશે. આ કાર્યક્રમમાં ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડો.કે.લક્ષ્મણજીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. તેમજ રાષ્ટ્રીય મહાસચિવશ્રી બી.એલ.વર્મા, શ્રી મંગલમય ગુપ્તા, શ્રી નાયબસિંહ સૈની અને ત્રિપુરાના સાંસદ શ્રીમતી પ્રતિમા ભૌમીક, હિમાચલના ધારાસભ્યશ્રી સરવીન ચૌધરી, આસામના ધારાસભ્યશ્રી અજંતા નિયોગ, બિહારના ધારાસભ્ય શ્રીમતી રેનુદેવી, ગોવાના ધારાસભ્યશ્રી મિલિન્દ નૈક, હરીયાણાના ધારાસભ્ય શ્રી ઓમપ્રકાશ યાદવ, ઉતરપ્રદેશના ધારાસભ્યશ્રી રામપતી શાસ્ત્રી, કર્ણાટક વિધાનપરીષદના સભ્ય શ્રી નિવાસ પુજારી ઉપરાંત મહામંત્રી મયનક નાયક, સનમ પટેલ વગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમના સમાપન સમારોહમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રીશ્રી બી.એલ.સંતોષજી, ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રીશ્રી તેમજ ઓબીસી મોરચાના પ્રભારીશ્રી અરૂણસિંહજી ઉપસ્થિત રહેશે. તમામ કાર્યક્રમો ગુજરાત પ્રદેશ ઓ.બી.સી. મોરચાના અધ્યક્ષશ્રી ઉદયભાઇ કાનગડ અને મોરચાની ટીમના યજમાન પદે થશે.

આ બેઠક અંગે આજે સાંજે ૪.૩૦ કલાકે સ્ટેચ્યુ ઓફ યુનીટી કેવડીયા ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી તેમજ ઓ.બી.સી. મોરચાના પ્રભારીશ્રી અરૂણસિંહજી સંબોધશે.

જયારે આવતીકાલે તા.૪ના રોજ સવારે ૧૦ કલાકે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી ડો.કે.લક્ષ્મણજી તેમજ ઓબીસી મોરચા રાષ્ટ્રીય મહામંત્રીશ્રી તેમજ પ્રભારીશ્રી અરૂણસિંહજી સંબોધન કરશે અને તા.પ ના રોજ બપોરે ૧ કલાકે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે.લક્ષ્મણજી તેમજ ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી તેમજ પ્રભારી શ્રી અરૂણસિંહજી કાર્યકારીણી બેઠકની વિગતો જાહેર કરશે.

મોરચાના આગામી કાર્યક્રમો

દરેક રાજયના મુખ્ય મથકોમાં અને પ્રમુખ શહેરોમાં ઓબીસીના પદાધિકારશ્રીઓની બેઠક ડિસેમ્બર અને જાન્યુઆરીમાં, સામાજીક સંમેલન રાજયવ્યાપી/ જીલ્લા સ્તરે / ઓબીસી માટે વડાપ્રધાનશ્રી મોદી સરકારના કાર્યક્રમોની માહીતી-ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. આઝાદીના ૭પ મો અમૃત મહોત્સવ પર ૭પ ઓબીસી પ્રમુખ નેતાઓ, દરેક રાજયના સ્વતંત્ર સેનાની અને તેમના પરીવારજનોનું સન્માન સમારોહ ડિસેમ્બર. ઓબીસી મુદ્દાને ધ્યાને રાખી અને બીન ભાજપ શાસીત રાજયોમાં આંદોલન અને ધરણા કાર્યક્રમ રાજયપાલશ્રીને આવેદન ડિસેમ્બર-જાન્યુઆરી. ઓબીસી મોરચા માટે પ્રશિક્ષણ વર્ગ, રાજય સ્તરે, જીલ્લા સ્તરે. ઓબીસી મોરચાની રાજય કાર્યકારણી બેઠક ૧પ ડિસેમ્બર સુધી. ઓબીસી મોરચાની જીલ્લા કાર્યકારણી બેઠક ૧૫ જાન્યુઆરી સુધી. ઓબીસી મોરચા મંડળની કાર્યકારીણી બેઠક ૩૦ જાન્યુઆરી સુધી, યુપી-ઉતરાખંડ અને બીજા રાજયો કે જયાં ચુંટણી આવવાની છે. સર્વ સમાજ સંમેલન ઉતર પ્રદેશના તમામ ૬ ક્ષેત્રમાં ઓબીસી મોરચા દ્વારા રેલીનું આયોજન કરવું.

(4:35 pm IST)