ગુજરાત
News of Friday, 3rd December 2021

કડી શહેરમાં રાત્રીના સુમારે જવેલર્સની દુકાનને નિશાન બનાવી તસ્કરોએ 2 કિલો ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી

કડી:શહેરમાં બુધવારે મધ્યરાત્રિ બાદ તસ્કરોએ ગાંધીચોક થી ૨૫ મીટર દૂર આવેલ શકિત કો.ઓપરેટીવ ક્રેડિટ લિમિટેડ નામની બેંક તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેઓ સફળ થયા નહોતા.ત્યારબાદ બીજી બાજુ જૂની મામલતદાર કચેરી અને નવી બનાવવામાં આવેલ એસઓ જી ઓફિસ થી ૫૦ મીટર દૂર આવેલ હસનૈન નામની જવેલર્સ ની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ચાંદીના ઘરેણાં જેમાં ચુનીના પેકેટ,શેરો,બંગડી ના નમુના અને બોક્સ સહિત કુલ ૨કિલો ૭૦૦ ગ્રામ ચાંદી ના દાગીના જેની કી.આશરે રૃ.૧,૯૫,૦૦૦ અને સીસીટીવી કેમેરા નું ડીવીઆર પણ ચોરી ગયા હતા.ચોરીની ઘટનાની માહિતી મળતાં કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.નોંધપાત્ર છે કે કડી શહેરમાં પોલીસ ની નબળી કામગીરી ને લીધે તસ્કરો માથું ઊંચકી પોલીસ ને પડકાર ફેંકી રહ્યા છે. ં બુધવારની રાત્રિએ તસ્કરોએ અંધકાર તેમજ પોલીસના નબળા પેટ્રોલિંગ નો લાભ લઇ શહેરમાં બે જગ્યાએ હાથ ફેરો કર્યો હતો

(6:43 pm IST)