ગુજરાત
News of Friday, 3rd December 2021

નડિયાદ પશ્ચિમમાં રેલવે સ્ટેશન પાછળ ફ્લેટના પાર્કિંગમાં એક કારમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

નડિયાદ:પશ્ચિમમાં રેલવે સ્ટેશન પાછળ આવેલા ગંગા વિહાર ફ્લેટના પાર્કિંગમાં એક કારમાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

નડિયાદ પશ્ચિમમાં જુની શ્રેયાસ ટોકિઝ નજીક ગંગાવિહાર ફ્લેટના પાર્કિંગમાં બુધવારે મોડી રાતે એક કારમાં આગ લાગી હતી. આગે પાર્કિંગમાં મુકેલા અન્ય વાહનોને પણ ઝપેટમાં લીધા હતા. જેમાં બે દ્વિચક્રીય વાહનો આગમાં સળગી ગયા હતા. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળેે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. રાત્રિ સમયે આગ ક્યાં કારણસર લાગી તેનું રહસ્ય અકબંધ રહ્યું છે. કારમાં શોર્ટ સકટના કારણે આગ લાગી કે અન્ય કોઇ કારણસર તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે. જો કે ફાયર બ્રિગેડ ની ટીમ  તાબડતોબ આવી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

(6:45 pm IST)