ગુજરાત
News of Friday, 3rd December 2021

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરતા ‘ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનના’ વિકાસ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લઈ સમગ્ર કામગીરીની સમિક્ષા કરી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નોને સાકાર કરતા  “ધોલેરા સર” પ્રોજેકેટની આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત  લઈને ધોલેરામાં થયેલ વિકાસ કામોની સમિક્ષા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી  જગદિશભાઈ વિશ્વકર્મા (પંચાલ), પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દસ્કોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડયા, અમદાવાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ  હર્ષદગીરી ગોસાઈ, ધંધુકા વિધાનસભા ઈન્ચાર્જ કાળુભાઈ ડાભી ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી દ્વારા  ધોલેરા એ. બી. સી. ડી. બિલ્ડીંગ ખાતે સભા સંબોધવામાં આવી હતી. સભા દરમિયાન ધોલેરા તાલુકા ભાજપ મંડલ દ્વારા મુખ્યમંત્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સરકારી તંત્રગણ, તાલુકાના આગેવાનો, સરપંચો, મુડીરોકાણ કંપનીઓના પ્રતિનિધિઓ અને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિઝિયન એરા ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર : પરેશ હપાણી - ધોલેરા)

(8:48 pm IST)