ગુજરાત
News of Friday, 3rd December 2021

રાજપીપળા ખાતે ગ્રામ પંચાયત ચૂંટણી માટેના ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા

રાજપીપળા ખાતે ૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી અને ૦૩ ગ્રામ પંચાયતની પેટા ચુંટણી માટે સરપંચ અને સભ્યોનાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.

( ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નાંદોદ તાલુકાની ૫૭ ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી માટે અને ૦૩ ગ્રામ પંચાયતની પેટા ચુંટણી માટે આજે નાંદોદ તાલુકા પંચાયત ખાતે અને નાંદોદ મામલતદાર કચેરી ખાતે સરપંચ અને સભ્યોનાં ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતાં. અને નાંદોદ તાલુકા પંચાયત ખાતે સરપંચ અને સભ્યોનાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાંબી કતારો લાગી હતી. સાથે સાથે મામલતદાર કચેરી પર પણ ફોર્મ ભરવા માટે લાંબી કતારો લાગી હતી. સરપંચ અને સભ્યોનાં ઉમેદવારો પણ ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતાં. હાલ પડી રહેલી ઠંડીની ઋતુમાં સરપંચની સામાન્ય ચુંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

(11:25 pm IST)