ગુજરાત
News of Friday, 3rd December 2021

વડિયા જકાતનાકા પાસેની તુલસીધામ સોસાયટીમાંથી તુફાન ફોર વ્હીલ ગાડીની ચોરી થતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેર સહિત નર્મદા જિલ્લામાંથી અવાર નવાર બાઇકો ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે પરંતુ હવે ફોર વ્હીલ વાહન ચોરી થતા વાહન માલિકોમાં ભય ફેલાયો છે.

મળતી માહિતી મુજબ રાજપીપળા પાસેના વડિયા જકાતનાકા પાસેની તુલસીધામ સોસાયટીમાં રહેતા ધર્મેશભાઈ અભેસિંગભાઈ વસાવાએ આપેલી ફરીયાદ અનુસાર તેમની ફોર્સ કંપનીની તુફાન ગાડી ફોર વ્હીલ જેનો રજી નં. GJ-22-U-1384 જેની કિ.રૂ.૩૦૦૦૦૦ થતી હોય જે તેમના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ હતી જેને કોઇ અજાણ્યા ચોર ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:28 pm IST)