સુરતના મીરાંડ કેનાલ રોડ નજીક હોટલમાં પોલીસે દરોડા પાડી જુગારરમતા 7 શકુનિઓને ઝડપી પાડયા
સુરત:ભીમરાડ કેનાલ રોડની હોટલ રિલેક્સ ઇનમાં ખટોદરા પોલીસે દરોડા પાડી ભાડાનો રૂમ લઇ જુગારધામ ચલાવનાર સહિત 7 ને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1.36 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.
ખટોદરા પોલીસે બાતમીના આધારે ભીમરાડ કેનાલ રોડ સ્થિત મેસીમો કોમ્પ્લેક્ષમાં આવેલી હોટલ રિલેક્સ ઇનના રૂમ નં. 415 માં દરોડા પાડયા હતા. જયાંથી હોટલમાં રૂમ ભાડે લઇ જુગારધામ ચલાવનાર વિશાલ કનૈયાલાલ શાહ (ઉ.વ. 28 રહે. સી 03, રાજેશ્વર પ્લાઝા, બીઆરસી મંદિર સામે, ઉધના) ઉપરાંત જુગાર રમવા આવનાર રમેશ દીપચંદ જૈન (ઉ.વ. 37), મોબાઇલના દુકાનદાર ભાવેશ રોશનલાલ જૈન (ઉ.વ. 30), લક્ષ્મણ બાબુરાવ પાટીલ (ઉ.વ. 37), મુકેશ વિશ્વાસ સોનવણે (ઉ.વ. 26), એલઆઇસી એજન્ટ ગણેશ સુરેશ ચૌધરી (ઉ.વ. 35) અને સંદીપ પ્રેમચંદ ચૌધરી (ઉ.વ. 32, 84, વિજયનગર, ઉધના) ને ઝડપી પાડયા હતા. પોલીસે આ તમામની અંગ જડતી લેતા રોકડા રૂ. 46,230, મોબાઇલ 7 નંગ કિંમત રૂ. 87,000 અને જુગારના દાવ પરની રોકડ મળી કુલ રૂ. 1,36,230 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.