ગુજરાત
News of Saturday, 4th February 2023

રાજપીપળા નાગરિક સહકારી બેંકની ચૂંટણી તા 26 મીના રોજ છે ત્યારે પુર્વ ડિરેક્ટર વિક્રમ મલાવિયાએ વિવાદ છેડ્યો

ચુંટણીમા ઉભા રહેલ ડૉ. નિખિલ મહેતા અને ડૉ. સમીર મહેતા ની ઉમેદવારી રદ્દ કરવાની માંગ: બંને સામે અદાલતી કાર્યવાહીઓ ચાલતી હોય ચુંટણીમા ઉભા રેહવા ગેરલાયક હોવાની ચુંટણી અધિકારીને લેખિત રજૂઆતથી બેન્કનું રાજકરણ ગરમાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ની ધી રાજપીપળા નાગરિક સહકારી બેંક લિમિટેડ ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની ચૂંટણી તા 26 ની ના રોજ યોજાનાર છે, ઉમેદવારી પત્રો પણ ભરાઈ ગયા છે ત્યારે ચુંટણી મા ઉભા રહેલ બે ઉમેદવારો ડૉ નિખિલ મહેતા અને ડૉ સમીર મહેતા ની ઉમેદવારી પત્ર નામંજૂર કરવામાં આવે ની માંગણી બેન્ક ના પુર્વ ડિરેક્ટર વિક્રમ મલાવિયાં એ કરતા ચુંટણી ટાણે જ બેન્ક વિવાદો માં સપડાઇ છે.

નાગરિક સહકારી બેંક ના પુર્વ ડિરેક્ટર વિક્રમ મલાવિયા એ બેન્ક ના ચુંટણી અધિકારી ને લેખિત રજૂઆત કરી
ડૉ. સમીર મહેતા અને ડૉ.નીખીલભાઈ એન.મહેતાના ઉમેદવારી પત્ર સામે વાંધો ઉઠાવ્યો તે મુજબ સહકારી કાયદાની કલમ--૯૩ હેઠળ ઉપરોકત બંન્ને ઉમેદવારોની તારીખ:૨૨/૭/૨૦૧૫ ના રોજના તપાસણી અધિકારી બી.એ.લુહારના રીપોર્ટ / ચુકાદા અન્વયે તેઓને ફાળે જવાબદારી રૂા.૧૧,૪૪૭-૮૦ + ૧૪૬૦ મળી થતી રકમ ૧૪ ટકા લેખે વ્યાજ સહીત થતી ૨કમ નકકી થયેલ છે. આ ચુકાદા ૨કમ વિરૂધ્ધ ગુજરાત સ્ટેટ કો.ઓપ. ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ નં.૬૪/૧૫ ની કરેલી છે તેમાં કોઈ પ્રકારનો સ્ટે નથી પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ  સી.એલ. સોની સાહેબે સ્પે.સી.એ. નં.૧૩૯૯૪/૧૫ માં તા.૧/૯/૧૫ ના રોજ કરેલ હુકમ અન્વયે આ ઉમેદવારો તરફથી નામદાર ટ્રીબ્યુનલ સમક્ષ સ્ટે અંગે આગળની કોઈ કાર્યવાહી થઈ નથી બંન્ને ઉમેદવારોએ કરેલ અપીલ પેન્ડીંગ છે.જવાબદારીનો નિર્ણય રદ થયો નથી તેથી બેન્કના પેટા નિયમ અનુસાર કસુરવાર ગણાય અને ઉમેદવારી કરવા ડીરેકટર તરીકે ઉભા રહેવા લાયકાત ધરાવતા નથી.
 ડો. સમીર એન.મહેતાએ તા.૩૧/૩/૨૦૦૧ તા.૩૧/૮/૨૦૧૫ સુધીના વ્યાજ તથા તપાસણી ખર્ચ સહીતની કુલમ ૨કમ રૂા.૩૬૦૨૨/- તા.૨/૯/૨૦૧૫ ના રોજ બેંકમાં જમા કરાવેલ છે. જે બેંકના રેકર્ડ પર છે. તેમજ ડૉ.નીખીલ એન.મહેતાએ તા.૩૧/૮/૨૦૧૫ સુધીના વકીલ તેમજ તપાસણી ખર્ચના રૂા.૩૯૯૫૬/- તેમજ દાનની વધુ ચુકવાયેલ રકમ પૈકીની વ્યાજ સહિતની તા.૩૧/૮/૨૦૧૫ સુધીના રૂા.૩૪૫૬૨/– જે બન્નેવ મળીને કુલ રૂા.૭૪૫૧૮/- તા.૨/૯/૨૦૧૫ ના રોજ બેંકમાં જમા કરાવેલ છે. જે બેંકના રેકર્ડ પર છે.

આમ આ હકીકતો જણાવી બન્ને ઉમેદવાર સામે પ્રશ્ર્નો ઊભા કર્યાં છે, જેથી આ મામલો રાજપીપળા નગર મા ભારે ચર્ચાસ્પદ બન્યો છે.અને સભાસદો હવે મુંઝવણ માં મુકાયા છે કે શું બેન્ક ની ચુંટણી યોજાશે ?? બંને ઉમેદવારો ની ઉમેદવારી માન્ય રહેશે ?? કે અયોગ્ય ઠેરવાસે ?? જેવા પ્રશ્ર્નો હાલ ભારે ચર્ચાસ્પદ બનેલા છે.

 

(10:31 pm IST)