વડોદરાના ગોરવા વિસ્તારમાં અજાણ્યા બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં બાંકડા પર બેસેલ મહિલાને હીરોગીરી સ્ટાઇલમાં ઘસી આવેલ બાઈક સવાર બે અજાણ્યા શખ્સોએ પાનનો ગલ્લો ચલાવતી મહિલાને અમે આ એરિયાના ભાઈ છીએ, અહીંથી જતી રહીએ નહીં તો જીવથી જઈશ તેવી ધમકી અંગેનો બનાવ સામે આવ્યો છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ શાસ્ત્રીકુંજ સોસાયટીમાં રહેતા અને પાનનો ગલ્લો ધરાવતા રેશમાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ સાંજે હું ઓમ ફલેટના બાકડા ઉપર બેઠી હતી. તે સમયે હીરોગીરી સ્ટાઇલમાં બાઈક સવાર બે શખ્સો મારી પાસે ઘસી આવ્યા હતા. જેમાં સનની ભાદરિયા નામના વ્યક્તિએ મને અપશબ્દ બોલી ધમકી આપી હતી કે, અમે આ એરિયાના ભાઈ છીએ, અહીંયા કેમ બેઠી છે, અહીંયા થી જતી રહે, નહીં તો જીવથી જઈશ. ઉપરોક્ત ફરિયાદના આધારે ગોરવા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.