News of Saturday, 4th February 2023
વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા વેપારીના ઘરના ઘુસી તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
વડોદરા:શહેરના કલાલી વિસ્તારમાં ચાણક્ય નગરીમાં રહેતા ખિસકોલી સર્કલ પાસે કરીયાણાની દુકાન ધરાવતા વિજયભાઈ મારવાડીએ ફરિયાદ નોંધાવી હતી કે, દીકરો અનિલ તથા તેની પત્ની ઘરે હતા તે સમયે કેટલાક શખ્સો ઘસી આવ્યા હતા. જેથી તેઓ ઘરે દોડી જઈ તપાસ કરતા રોનક હિંમત માળી (રહે- ચાણક્ય નગરી) તેના મિત્રો ભાયલી , ખટી, બંટી તથા તેના ભાઈ સાથે ઘસી આવ્યો હતો. અને અનિલને અપશબ્દો બોલી તોડફોડ કરી જતા રહ્યા હતા. બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(6:17 pm IST)