ગુજરાત
News of Saturday, 4th February 2023

વડોદરાના સાવલી મંજુસર આસોજ રોડ પર ધોળા દિવસે ફાયરિંગ કરીને યુવકની હત્યા

2 શખ્સોએ બાઇક પર આવી ફાયરિંગ કરી 30 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપ્યો: પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

વડોદરાના સાવલી મંજુસર આસોજ રોડ પર ધોળા દિવસે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. 2 શખ્સો બાઇક પર આવી ફાયરિંગ કરી 30 વર્ષીય યુવકની હત્યાને અંજામ આપી હતી. જેથી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ કરનાર શખ્સ દિલ્હીનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે

(8:11 pm IST)