ગુજરાત
News of Saturday, 4th February 2023

સુરતના ઉધના રોડ નં- 9 પર બુટલેગરના ભાઇ પર ફાયરિંગ :સલીમ નામના વેપારીનો આબાદ બચાવ

ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

સુરતના ઉધના રોડ નંબર 9 પર બુટલેગરના ભાઇ પર ફાયરિંગ કરાયું હતું. જો કે મિસ ફાયરિંગ થતા સલીમ નામના વેપારીનો આબાદ બચાવ થયો હતો. સલીમ ભંગારના વેપાર સાથે સંકળાયેલો છે. ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

(8:13 pm IST)