News of Saturday, 4th February 2023
અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે મોટી સંખ્યામાં તબીઓએ વિરોધ પ્રદર્શન કર્યું: ફોર્મ C અને બીયુને ડી લિંક કરવા માંગ
હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન આહના સાથે જોડાયેલા તબીબોએ સૂચક બેનરો સાથે વાહન રેલી યોજી: તબીબોએ કહ્યું કે દર્દીઓની સુરક્ષા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોએ પૂરતા પગલા લીધા
અમદાવાદમાં ફાયર સેફ્ટીને લઈ મોટી સંખ્યામાં તબીઓએ પ્રદર્શન કર્યું. હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન આહના સાથે જોડાયેલા તબીબોએ સૂચક બેનરો સાથે વાહન રેલી યોજી. તબીબોએ ફોર્મ C અને બીયુને ડી લિંક કરવાની માગણી કરી. આ સાથે જ તબીબોએ કહ્યું કે દર્દીઓની સુરક્ષા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોએ પૂરતા પગલા લીધા છે
(9:40 pm IST)