News of Saturday, 4th February 2023
ભરૂચના આમોદ ગામ નજીક બાઈક અને પિકઅપ ગાડી વચ્ચે ગંભીર અકસ્માત :એકનું મોત:બે ગંભીર
ટંકારી બંદર ગામના કિરીટ મહેન્દ્ર પરમારનું ઘટના સ્થળે મોત: ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા
ભરૂચના આમોદ ગામ નજીક બાઈક અને પિકઅપ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો , અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે જયારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે, અકસ્માતમાં ટંકારી બંદર ગામના કિરીટ મહેન્દ્ર પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્ય અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે 108 મારફતે આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
(10:08 pm IST)