ગુજરાત
News of Tuesday, 4th May 2021

રાજપીપળામા વેકસીન ખૂટી પડી : પહેલાં લોકો ને સરકારે જાગૃત કરવા કેમ્પેઇન કર્યા, હવે લોકો વેકસીન લેવા ફરિયાદો કરે છે

સરકારી જાહેરાતો અને વાસ્તવિકતામા ઘણો ફેર હોવાનું પુરાવો સામે આવ્યો વેકસીન લેવા આવેલાં લોકો ધરમનો ધક્કો ખાઈને પરત ફર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સિન લેવા આવેલા લોકો વીલા મોઢે પરત ફર્યા હતા,સરકારે કરેલી જાહેરાતો અને જનજાગૃતિ માટે ના કેમ્પેન કર્યા બાદ લોકોમાં વેક્સિન લેવા અંગેની જાગૃતિ આવી હતી વિશ્વના અન્ય દેશોમાં વેક્સિન લેવાને કારણે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી હોવાને કારણે કેટલાક દેશોમાં હવે કોરોના ના કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.
 આ બાબતના સમાચારો ટીવી પર આ અને અખબારોમાં આવતા લોકો હવે એ વાત સમજી ગયા છે કે વેક્સિન લેવી જરૂરી છે અને વેક્સિન લેવાના કારણે લોકોમાં પ્રતિકારક શક્તિ વધી જાય છે જેનાથી કોરોના નું સંક્રમણ લોકોમાં ફેલાતું નથી અને જો ફેલાય છે તો એ જીવલેણ પુરવાર થતો નથી એવી માહિતી એક મોટા જનસમૂહ પાસે પહોંચી જતા લોકોએ હવે વેક્સિનેશન સેન્ટરો ની બહાર લાઈનો લગાવી અને વેક્સિન લેવા માટે ભારે ધસારો કરતા વેક્સિનેશન સેન્ટરોમાં વેક્સિન ખૂટી પડી હોવાના સમાચારો આવવા લાગ્યા છે.
આવા જ કંઈક વાવડ રાજપીપળા માં જોવા મળ્યા હતા રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ઉપર કેટલાક લોકો ને વેક્સિન ખલાસ થઈ ગઈ છે એવું આરોગ્ય વિભાગના કર્મચારીઓ તરફથી જણાવવામાં આવ્યું હતું જેથી વેકસીન લેવા ઇચ્છુક લોકો વિલા મોઢે પાછા ફર્યા હતા સરકારની જાહેરાત અને તંત્ર પાસે પૂરતો જથ્થો ન હોવાના કારણે લોકોને વેક્સિનેશન કરાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે તંત્ર વહેલી તકે વેક્સિન ઉપલબ્ધ કરાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

(11:39 pm IST)