ગુજરાત
News of Tuesday, 4th May 2021

ગાંધીનગરમાં સે-22માં ઓનલાઇન સાઈટ પર બાઈક ખરીદવાનું યુવકને ભારે પડ્યું: 36 હજાર ગુમાવવાની નોબત આવી

ગાંધીનગર:જિલ્લામાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સે-રરના યુવાને ઓનલાઈન સાઈટ ઉપર બાઈક ખરીદવાનું ભારે પડયું છે. યુવાનના ખાતામાંથી અલગ અલગ તબક્કે કુલ ૩૬ હજાર રૃપિયા કપાઈ ગયા હતા અને વધુ ૧૭ હજારની માંગણી કરી હતી. જેથી યુવાનને છેતરાયાનો અહેસાસ થતાં સાઈબર ક્રાઈમ સેલમાં ફરિયાદ આપી હતી. જેના આધારે હાલ સે-ર૧ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

હાલમાં નેટ બેન્કીંગ અને ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સે-રરમાં આવેલી -ટાઈપ વસાહતમાં પર/૯માં રહેતા અને બેન્કના એટીએમમાં નોકરી કરતાં જયેશભાઈ લક્ષ્મણભાઈ પંડયા નામના યુવાન સાથે પણ ઓનલાઈન છેતરપીંડીની ઘટના બની છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગત ફેબુ્રઆરી મહિનામાં તેમણે ઓનલાઈન સાઈટ ઉપર વેચવા મુકેલુ બાઈક જોયું હતું અને તેની કિંમત રપ હજાર રૃપિયા મુકવામાં આવી હતી. જેથી લીંક ઉપર આવેલા મોબાઈલ ઉપર સંપર્ક કરતાં વ્યક્તિએ અમદાવાદ ખાતે એરફોર્સમાં નોકરી કરતાં હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ વોટસએપમાં બાઈકના ફોટા પણ મોકલ્યા હતા. જેથી જયેશભાઈએ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતાં શરૃઆતમાં શખ્સે ફોન પે મારફતે પ૦ રૃપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું અને ત્યારબાદ ૯૫૦ અને પછી તબક્કાવાર ટોકન પેટે રૃપિયા જમા કરાવી ૩૬૩૦૯ રૃપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ ફરીથી શખ્સે ૧૭ હજાર રૃપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. જેથી જયેશભાઈને શંકા જતાં તેમણે મામલે સાયબર ક્રાઈમને ફરીયાદ આપી હતી. જેના આધારે સે-ર૧ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. નોંધવું રહેશે કે ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓમાં આરોપીઓને પકડવા પોલીસ માટે મુશ્કેલ સાબિત થઈ રહયું છે.

(5:23 pm IST)