ગુજરાત
News of Tuesday, 4th May 2021

અમદાવાદમાં ગર્લફ્રેન્ડને ખુશ કરવા એક્ટિવાની ચોરી કરનાર યુવકને જીઆઇડીસી પોલીસે રંગે હાથે ઝડપી પાડયો

અમદાવાદ: અમદાવાદમાં એક હાલમાં અનોખી ઘટના સામે આવી છે જેમાં ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે એક યુવક એક્ટિવા ચોરી કરતો રંગે હાથે ઝડપાયો છે. આરોપી તેની ગર્ડલફ્રેન્ડને ચોરેલી એક્ટિવ પર ફરવા લઇ જાય છે અને તેને બિનવારસી મૂકી દેતો હતો. વાતની જાણ પોલીસને થતા વટવા જીઆઈડીસી પોલીસે આરોપીને રંગે હાથે ઝડપી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા છે.

         વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોઈ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કોઈ  ચોરી કરે તો કોઈ નશો કરે પરંતુ ગર્લફ્રેન્ડ માટે ચોરી કરનાર શખ્સ વિશે જાણીને સહુ કોઈને અચરજ થઇ રહી છે. જયારે પોલીસને જાણ થઇ કે વટવા જીઆઇડીસી વિસ્તારમાં ચોરીનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે ત્યારે પોલીસે 2 મહિનાથી કડક મહેનત હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે યુવાનની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છેઅને તેને રંગે હાથે ઝડપી જેલ હવાલે કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:25 pm IST)