ગુજરાત
News of Tuesday, 4th May 2021

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ગંદકી ફેલાતા મચ્છરોનું સામ્રાજ્ય વધતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

વડોદરા : શહેરના ઉત્તર સીમાડે આવેલા નિઝામપુરા અને નવાયાર્ડના વિસ્તારોની સોસાયટીઓમાં સાંજથી વહેલી સવાર સુધી મચ્છરોનો ત્રાસ વધ્યો છે. વિસ્તારમાંથી પસાર થતી ભૂખી કાંસ ખુલ્લી છે કાંસમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જામ્યા છે. તેથી રોગ ફેલાવતાં મચ્છરોનું મોટુ ઉત્પતિ કેન્દ્ર બની છે. વિસ્તારોમાં સાંજ પછી મોં પર કપડું બાંધીને બહાર નીકળવું પડે છે. મચ્છરો પેદા થવાનું મુખ્ય કારણ ભૂખી કાંસ છે. લોકો પોતાના ઘરમાં જાળી નંખાવી છે, મચ્છરોને દૂર રાખતાં ક્રીમ અને મચ્છર ભગાડતી અગરબત્તીઓ અને મેટ, સ્પ્રે માટે લોકોને અલગ બજેટ ફાળવવું પડે છે.સાંજ બાદ બારી-બારણા બંધ કરવા પડે છે. તો બીજી તરફ શહેરની ભોગોલીક પરીશ્થીતીને ધ્યાનમાં લેતા એક સાથે 2થી 3 ઈંચ વરસાદ પડે તો આખું શહેર જળબંબાકાર થઈ જાય છે . શહેરના કાંસ તથા વિશ્વામિત્રી નદીમાં આસપાસના બીલ્ડીગોના ગેરકાયદેસર બાંધકામ અને દબાણથી તથા કચરો નદીમાં નાખવાથી દર વર્ષે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળે છે ડુબાડી દે છે અને દર વર્ષે સોસાયટીઓમાં લોકોને કરોડોનું નુકશાન થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર હાલ કોરોના મહામારી ની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે પ્રિમોન્સુન કામગીરી યોગ્ય રીતે નહીં થતાં આગામી દિવસોમાં વરસાદ આવશે ત્યારે લોકોને કોરોના મહામારી ની સાથે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન પણ વિકટ બનશે

(5:25 pm IST)