ગુજરાત
News of Tuesday, 4th May 2021

ખેરગામની 5 જેટલી પ્રાથમિક શાળામાં 25 આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ :  નવસારી જિલ્લા ના ખેરગામ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પરંતુ કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યો છે.ત્યારે ખેરગામ ગ્રામપંચાયતના વિસ્તારના લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા ખેરગામ ગ્રામપંચાયતના ઇન્ચાર્જ સરપંચ કાર્તિક પટેલ દ્વારા ખેરગામની 5 જેટલી પ્રાથમિક શાળામાં 25 જેટલા આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.જેમાં ખેરગામની કન્યાશાળા,શામળાફળીયા,ખાખરીફળિયા,મિશન ફળીયા,જનતા માધ્યમિકનો શાળાનો સમાવેશ થાય છે.એક પ્રાથમિક શાળામાં 5 આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.જેમાં 2 મહિલા અને 3 પુરુષને આઇસોલેશન કરવામાં આવશે હોવાનું ઇન્ચાર્જ સરપંચ કાર્તિક પટેલે જણાવ્યું હતું.

(11:46 pm IST)