મહેસાણાના ગંજ બજાર વિસ્તારમાં જૂની અદાવતનું સમાધાન કરવા બાબતે ચાર શખ્સોએ દંપતી પર હુમલો કરતા અરેરાટી મચી જવા પામી
મહેસાણા:શહેરના ગંજ બજાર વિસ્તારમાં જૂની અદાવતનું સમાધાન કરવા બોલાવી પૈસાની માગણી કરતાં મામલો બીચક્યો હતો અને ચાર શખસે દંપતી પર હીચકારો હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીનો નાસી છૂટયા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તમામને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી.
મહેસાણા શહેરના ગંજ બજારની પાછળના ભાગે કસ્બા નજીક રહેતાં યોગેશભાઈ જીવણભાઈ દેવીપૂજક (ઉવ.૩૬)એ એવી ફરિયાદ સ્થાનિક એ ડિવિઝનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉના ઝઘડાની અદાવતમાં સમાધાન માટે બોલાવી પૈસાની માગણી કરવા બાબતે તકરાર થતાં એ જ વિસ્તારના દેવીપૂજક અજય રમેશભાઈ, દેવીપૂજક સુનીલ રમેશભાઈ, દેવીપૂજક જગા ગાંડાભાઈ, દેવીપૂજક રાહુલ જગાભાઈએ એકસંપ કરી અપશબ્દો બોલી ફરિયાદી યોગેશભાઈ ઉપર કુહાડી, તલવાર વડે હુમલો કરતાં ફરિયાદીને છોડાવવા જતાં ફરિયાદીના પત્ની અને કાકાનો દીકરો વચ્ચે પડતાં આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીના પત્નીના માથાના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટયા હતા. આ અંગે પોલીસે ફરાર ચાર શખસ વિરૃધ્ધ જાહેરનામા ભંગ સહિતની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.