ગુજરાત
News of Monday, 4th July 2022

વડોદરા લોકલ ક્રાઈમ ઓચિંતાના દરોડા પાડી દંતેશ્વરમાં 14 શકુનિઓને 1 લાખથી વધુની રોકડ સાથે ઝડપી પાડયા

વડોદરા: લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન 03ની પોલીસ ટીમે દંતેશ્વર ગામમાં ઘરમાં જુગાર રમાડતા મકાન માલિક સાથે 14 જુગારીઓને ઝડપી પાડી 01.02 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો હતો.બનાવ સંદર્ભે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન 3 પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, દંતેશ્વર ગામ ખાતે ક્રિષ્ના શેરીમાં રહેતો ધર્મેન્દ્ર પઢિયાર પોતાના ઘરમાં જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં ધર્મેન્દ્ર પઢીયાર, નરેશ પઢીયાર, હસમુખ વણઝારા, વિનોદ પરમાર, અજય સોલંકી, જયેશ સામુદ્રા, અશ્વિન ચૌધરી, ગણેશ ખોખરીયાલ, નરેશ મારવાડી, સંજય માળી, મુકેશ ગોસાઈ, અક્ષય પાટણવાડીયા, દિવ્યાંગ સોલંકી અને વિકાસ બારીયારનો સમાવેશ થાય છે. પોલીસે દરોડા દરમિયાન અંગ ઝડતીના 19520, જમીનદાવ ઉપરના 7750, રૂપિયા 25 હજારની કિંમતના 08 નંગ મોબાઈલ ફોન તથા બે વાહન મળી કુલ 1,02270નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(4:53 pm IST)