ગુજરાત
News of Monday, 4th July 2022

ભરૂચમાં 4 મુન્નાભાઈ MBBS ઝડપાયા : બોગસ તબીબોનું SOGએ ઓપરેશન ખેડી 56 હજારની દવાઓ કબ્જે કરી

લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે ભરૂચ SOG ટીમે તવાઈ હાથ ધરી

ભરુચ તા.04 : રાજયમાં કોરોનાનાં વધતાંની સાથે જ ડિગ્રી વગરના મુન્નાભાઈ MMBS પણ ડોક્ટર બની લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા  છે. ત્યારે બોગસ તબીબોનું SOGએ ઓપરેશન ખેડી ભાડે દુકાનો લોકોનાં સ્વસ્થ્ય સાથે  ચેડાં કરતાં 4 મુન્નાભાઈ MMBSને 56 હજારની દવાઓ સાથે  ઝડપી પાડ્યા છે.

તેમજ કોરોનાની ત્રીજી વેવમાં ભરૂચ જિલ્લા પોલીસે ઔદ્યોગિક અને આદિવાસી વિસ્તારમાં ભાડે દુકાનો લઈ ફેક ડોકટરનો ધીકતો ધંધો કરતા બોગસ તબીબોને ઝડપી પાડવા ઉપરાછાપરી અભિયાન ચલાવ્યું હતું. જેમાં 30 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને લાખોના મેડિકલ સાધનો અને દવાઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. કોરોનાનો કહેર  ઘટી જતા આ ઝોલા છાપ પણ જાણે અટકી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાની સંભવત ચોથી લહેર શરૂ થઈ જતા ફરી બોગસ તબીબો અને તેમની જોખમી હાટડીઓ ધમધમી ઉઠી છે.

 

લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફરી સ્કેનિંગ શરૂ કર્યું હતું. જેમાં વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા લખીગામ અને જાગેશ્વરમાંથી 4 બંગાળી બાબુઓને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. લખીગામ ચોકડી પરથી ઉત્તમ સુશાંતા મોંડળ, શંકર સ્વપ્ન દેબનાથ અને જાગેશ્વર ખાતેથી બીશ્વજીત ત્રિનાથ બીશ્વાસ તેમજ મધુમંગલ જયદેવ બીશ્વાસની રૂપિયા 56 હજારની દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:28 pm IST)