ગુજરાત
News of Monday, 4th July 2022

આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી : 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે:ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે

અમદાવાદ :  હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસવાની આગાહી કરી છે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે.

(9:01 pm IST)