ગુજરાત
News of Monday, 4th July 2022

રાજપીપળાનાં પ્રવેશ દ્વાર પર ઊભી રહેતી નોનવેજની લારીઓ હટાવી લેવા પાલિકાની તાકીદ : નહિ તો પગલાં લેવાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના પ્રવેશ દ્વાર પર ઊભી રહેતી નોનવેજ ની લારીઓ એકજ દિવસમાં ત્યાંથી હટાવી લેવા નગરપાલિકા દ્વારા જાણ કરાઇ છે અને જો આમ નહિ થાય તો કાયદેસર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હોવાનું જાણવા મળે છે

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા શહેર નાં પ્રવેશ દ્વારા પર ઊભી રહેતી નોનવેજ ની લારીઓ હટાવવા પાલિકા દ્વારા લારી ચલાવનાર ને સૂચના આપવામાં આવી છે ત્યારે પાલિકા સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ જો આ લારીઓ એક દિવસમાં નહિ હટે તો પાલિકા તેમની સામે કાયદેસર કાર્યવાહી કરશે
ત્યારે આ બાબતે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહીલે જણાવ્યું કે. રાજપીપળા નાં પ્રવેશ દ્વાર ઉપર ઊભી રહેતી નોનવેજ ની લારીઓ પર વઘાર થાય ત્યારે વાસ મારતી હોવાથી લોકોની લાગણી દુભાઈ છે માટે પ્રવેશ દ્વાર પરથી લારીઓ હટાવી અન્યત્ર મૂકવા અમે એક દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો નહિ હટે તો અમે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરીશું.

 

(10:41 pm IST)