News of Wednesday, 4th August 2021
અમદાવાદની ત્રિપદા સ્કુલની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી મળ્યો મૃતદેહ : પોલીસ તપાસ શરૂ
નિર્ણયનગર પાસે આવેલી સ્કૂલની ટાંકીમાંથી ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો: સમારકામ સમયે કર્મચારી ટાંકીમાં પડ્યો હતો
અમદાવાદની ત્રિપદા સ્કુલની ટાંકીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. નિર્ણયનગર અંડરપાસ નજીક આવેલી ત્રિપદા સ્કૂલની અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી મૃતદેહ હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ મૃતદેહને કાઢીને પોલીસને સોંપ્યો છે.
સમારકામ સમયે કર્મચારી ટાંકીમાં પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે હાલ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(1:23 pm IST)