ગુજરાત
News of Friday, 4th September 2020

સુરતના માર્ગનું મનપા કમિશનર બંછાનીધી પાનીએ પાનીએ કર્યું નિરીક્ષણ : રી-કાર્પેટની કામગીરી શરૂ

શહેરના તમામ રસ્તાઓનું આગામી સાતેક દિવસમાં સમારકામ થઈ જશે

સુરત શહેરમાં બિસમાર બનેલા રસ્તાને લઈને લોકોમાં ભારે રોષ છે. હવે સુરત મનપા એક્ટિવ બની છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ રી-કાર્પેટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શહેર મનપા કમિશનર બંછાનીધી પાનીએ મુલાકાત કરી હતી.મુલાકાત સમયે મનપા કમિશનરે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે શહેરના તમામ રસ્તાઓનું આગામી સાતેક દિવસમાં સમારકામ થઈ જશે.

જો વાતાવરણ સ્વચ્છ રહેશે તો ઝડપથી ખરાબ રસ્તાની સમસ્યાનું નિવારણ થઇ જશે.બે દિવસથી વિરામ લેતા હવે મનપા કામે લાગ્યું છે. ખરાબ રસ્તાઓ રિપેર કરવા અંગે મનપા કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના તમામ ખરાબ રસ્તા ઝડપથી રિપેર કરવાની સૂચના આપી છે

 .જોકે, સુરત શહેરમાં હાલ મનપા દ્વારા દિવસ દરમ્યાન રોડ રિપેરિંગને લઈને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે રોડ રિપેરિંગનું કામ રાત્રીના સમયે થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

(12:30 am IST)