ગુજરાત
News of Friday, 4th September 2020

મગફળી - કપાસનો પાક નિષ્ફળ - હવે સરકાર પાસે આશા : પરેશ ધાનાણી

આ વખતે સમયસર વરસાદથી સારા વર્ષની આશા હતી પરંતુ વધુ પડતા વરસાદથી ખેડૂતોની મહેનત પાણીમાં: વિધાનસભા વિરોધ પક્ષના નેતા પુરગ્રસ્ત જુનાગઢ - ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે : કાલે અમરેલી જિલ્લામાં નિરીક્ષણ કરશે

જુનાગઢ જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં માંડવી ઉપાડીને નુકસાનનું નિરીક્ષણ કરતા પરેશ ધાનાણી: જુનાગઢ : વિધાનસભા વિરોધપક્ષના નેતા પરશેભાઇ ધાનાણીએ આજે જુનાગઢ જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તારો જેવા કે ટીનમસ, બાલાગામ, આખા, ટીકર, ઘેડ વિસ્તારના ખેડુતોને રૂબરૂ સાંભળ્યા હતા અને મગફળી ઉપાડીને પાકને નુકસાન અંગે રૂબરૂ નિરીક્ષણ કર્યુ હતુ. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

રાજકોટ તા. ૪ : આ વખતે ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ મહેર શરૂ કરી હતી પરંતુ વાવણી બાદ વધુ પડતા એકધારા વરસાદથી પાકને નુકસાન થયુ છે અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ત્યારે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશનભાઇ ધાનાણી અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો આજે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા છે.

આ અંગે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, ઓણસાલ શરૂઆતમાં માંગ્યા મેઘ વરસ્યા હતા પરંતુ ત્યારબાદ અવિરત મેઘમહેર શરૂ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે અને કેટલાય દિવસો સુધી સૂર્યનારાયણે દર્શન દીધા ન હતા. જેના કારણે કપાસ - મગફળી સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

પરેશાનભાઇ ધાનાણીએ 'અકિલા'ને વધુમાં જણાવ્યું હતું કે, જુનાગઢ અને ગીર સોમનાથ, ઘેડ પંથકમાં ૧૪૦ ટકાથી પણ વધુ વરસાદ વરસ્યો છે અને વાડી - ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલ હોવાથી ખેતીકાર્યમાં મુશ્કેલી પડી રહી છે અને મગફળી તથા કપાસના પાક માટે ખેડૂતોએ કરેલી મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે.

પરેશભાઇ ધાનાણીએ વધુમાં જણાવ્યં કે, ચોમાસાના પ્રારંભે સારા વરસાદથી વીઘે બબ્બે ખાંડી મગફળીનો પાક ઉતરે તેવી આશા હતી પરંતુ વરસાદે તે આશા ઉપર પાણી ફેરવી દીધું છે.

પૂરગ્રસ્ત ખેડૂતોને હવે કેન્દ્ર અને રાજ્યની સરકાર ઉપર આશા છે અને ખેડૂતોના હિતમાં યોગ્ય સહાય કરે તેવી માંગણી અમે સરકાર સમક્ષ પહોંચાડીશું તેમ અંતમાં પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું.

કેશોદનો અહેવાલ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ : વિધાનસભા વિરોધ પક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી આજે શુક્રવારે કેશોદ વંથલી માંગરોળના પુર અસરગ્રસ્ત ઘેડઙ્ગ વિસ્તારનાઙ્ગ પ્રવાસે આવી આવ્યા છે.ઙ્ગઙ્ગ

કેશોદ વંથલી માંગરોળના ધેડના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ દરમ્યાન ખેડુતોની મુલાકાત લઈ પડેલા જોરદારઙ્ગ વરસાદથી ઘોડાપુરને લઈનેઙ્ગ બેટમાં ફેરવાયેલા ઘેડ વિસ્તારમાં થયેલ નુકશાની અનેઙ્ગ નિષ્ફળ ગયેલા ખેતી પાકનુ નિરીક્ષણ કરી ધેડ વિસ્તારમાં થયેલ નુકશાનીની માહિતી મેળવશે.ઙ્ગ

ઙ્ગ પરેશભાઈ ધાનાણી આજે સવારે ૯ કલાકે કેશોદ (ગાદોઈ) ટોલનાકાથી પ્રવાસ શરૂ કર્યો હતો.- ૯.૩૦ કલાકે ટીનમસ (તા. વંથલી) - ૧૦.૧૫ કલાકે બામણાસા ઘેડ (તા. કેશોદ) - ૧૦.૪૫ કલાકે સરોડ - ૧૧.૩૦ કલાકે અખોદર - ૧૨ કલાકે બાલાગામ - ૧૨.૪૫ કલાકે ઓસા (તા. માંગરોળ) ત્યાંથી ઘેડ વિસ્તારનો પ્રવાસ પુરો કરી બપોરે ૨ કલાકે ગડુ પહોંચશે.

(12:50 pm IST)