વલસાડ માટે માથાના દુઃખાવા સમાન ટ્રાફિક સમસ્યાનો અંત લાવવા જિલ્લા પોલીસ વડા મેદાનમાં આવ્યા
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ ગુરુવારે સાંજે પોલીસના અન્ય અધિકારીઓ અને પોલિસ કાફલા સાથે ફૂટ પેટ્રોંલીગ કરતા ખળભળાટ મચી ગયો હતો. લાંબા સમય બાદ કોઈ પોલીસ વડાએ શહેરની મધ્યમાં વિવિધ વિસ્તારોમાં આશરે બે ત્રણ કિલોમીટર પરિભ્રમણ કર્યું હોય શહેરીજનોએ ખુશી વ્યકત કરી હતી. જિલ્લા પોલિસ વડા જયારે શહેરમાં પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમની સાથેના શહેર પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા.ખુદ પોલીસ વડા પગપાળા શહેરમાં ટ્રાફિક સમસ્યા,પાર્કિંગ સહિતના મુદ્દે ફરતા શહેરીજનો માની રહ્યા છે કે હવે ચોક્કસપણે માથાનો દુખાવો સાબિત થયેલી વલસાડની ટ્રાફિક સમસ્યા, દુકાનદારો દ્વારા કરાયેલા દુકાન સામેનું દબાણ,માર્ગને અડચણરૂપ વાહન પાકિંર્ગ મુશ્કેલી દૂર થશે. અને લોકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ પણ આવશે. વલસાડ જિલ્લા પોલીસ વડા એક સ્વચ્છ અને કામ લેનાર અને કામ કરનાર અધિકારી છે અમદાવાદમાં પણ તેમણે કોઇ પણ આવારા તત્વોને છોડીયા ન હતા.હંમેશા સ્વચ્છ ફરજ ને તે ફરજ માનનાર અધિકારી છે.