News of Friday, 4th September 2020
વડોદરાના માંડવી મહેતાપોળમાં થયેલ ઝઘડામાં છોડાવવા ગયેલ મહિલા પર એક પરિવારનો જીવલેણ હુમલો થતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરમાં માંડવી મહેતાપોળમાં થયેલા ઝઘડતા છોકરાઓને છોડાવવા વચ્ચે પડનાર મહિલા પર એક પરિવારે હુમલો કરી માર માર્યો હતો.
ગત મોડીરાતે પોણા બે વાગ્યે મહોલ્લામાં કેટલાક છોકરાઓ અંદરો-અંદર ઝઘડો કરતા હતા. જેથી ડિમ્પલબેન મિતલભાઇ ઘીયા તથા અન્ય રહીશો છોકરાઓને છોડાવવા માટે વચ્ચે પડયા હતા. તે દરમિયાન મહેતાપોળમાં જ રહેતા હિમાશુભાઇ લખતરિયા, અને તેમના પરિવારે ડિમ્પલબેન સાથે ઝઘડો કર્યો હતો કે તમે કેમ છોડાવવા માટે વચ્ચે પડો છો ? લખતરિયા પરિવારના સભ્યોએ ડિમ્પલબેન તથા આરતીબેન ચોક્સીને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ડિમ્પલબેને સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(6:18 pm IST)