ગુજરાત
News of Friday, 4th September 2020

વડોદરા:પારલે-જી બિસ્કિટની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરનારને પીસીબીએ બાતમીના આધારે ઝડપી દોઢ લાખનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરમાં પારલે-જી બિસ્કીટની ફ્રેન્ચાઇઝી ધરાવતા વેપારી દ્વારા  બિસ્કીટના બોક્સની આડમાં વિદેશી દારૃની  હેરાફેરી થતી હતી. પીસીબી પોલીસે તેના ગોડાઉનમાંથી વિદેશી દારૃનો દોઢ લાખનો જથ્થો જપ્ત કર્યો છે

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, ગોરવા બીઆઇડીસીના શેડ નંબર ૪૩/ માં  વિદેશી દારૃનો જથ્થો છે. જેથી પી.આઇ. આર.સી. કાનમિયાની સૂચના મુજબ સ્ટાફ જવાનોએ ઉપરોક્ત સ્થળે રેડ પાડીને વિદેશી દારૃની વિવિધ બ્રાન્ડની ૨૯૮ બોટલ (કિંમત રૃપિયા .૪૯ લાખ) તથા બે મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા .૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ગોડાઉન  ભાડે રાખનાર તેમજ દારૃનો ધંધો કરનાર દીપ દેવેન્દ્રભાઇ દવે (રહે. રાજહંસ વીંગ એપાર્ટમેન્ટ પાલનપુર કમાલરોડ સુરત, હાલ રહે. સનસાઇન રેસિડન્સી વાસણા ભાયલી રોડ)ને ઝડપી પાડયો હતો. પીસીબી  પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, દીપ દવેની પારલે-જી બિસ્કીટની ફ્રેન્ચાઇઝી છે તે બિસ્કીટના બોક્સની આડમાં વિદેશી દારૃની હેરાફેરી કરતો હતો. લોકડાઉનના સમયમાં પણ તેણે દારૃની હેરાફેરી કરી હતી. દમણના હિતેશ નામના શખ્સ પાસેથી તે દારૃ  લાવ્યો હતો અને રાજકોટના હિરેનને મોકલવાનો હતો

(6:18 pm IST)