સુરતના લાલગેટ નજીક બે જુદા જુદા વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 18જુગારીઓની રંગે હાથે ધરપકડ કરી
સુરત: શહેરના લાલગેટ પોલીસ અને કતારગામ પોલીસે રાણીતળાવ અને કતારગામ કેશવપાર્કમાં ચાલતા બે જુગારધામ ઉપર છાપો મારી 18 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.46,520, 5 ટુ વ્હીલર, 11 મોબાઈલ ફોન સહિત રૂ.3.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, લાલગેટ પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે 10 વાગ્યે રાણીતળાવ ભારબંધવાડ ઘર નં.12/380 માં રહેતા 59 વર્ષીય વેપારી મો.અલીભાઈ ભરૂચા ઉર્ફે દાઉદ શેઠના ઘરે ચોથા માળે છાપો ત્યાં જુગાર રમતા મો.અલીભાઈ ભરૂચા ઉપરાંત કાપડ વેપારી સાદીક સત્તાર પઠાણ, રીક્ષા ડ્રાઇવર સાજીદ અબ્દુલ્લાહ શેખ, મજૂરીકામ કરતા ફોરોઝ અસલમખાન મન્સૂરી, વેપારી અનિલ ઈશ્વરભાઈ પારેખ, વેપારી અલ્તાફ હુસેન મિસ્ત્રી, મજૂરીકામ કરતા મો.યુનુસ અબ્દુલ વાજીદ અન્સારી અને અસલમ મોહમદ કાપડીયાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ. 25,120, પાંચ ટુ વ્હીલર, 4 મોબાઈલ ફોન સહિત રૂ. 2,45,310 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.