ગુજરાત
News of Friday, 4th September 2020

સુરતના પલસાણામાં લિવ ઇનમાં રહેતી મહિલાએ ત્રીજા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું: અરેરાટી

મોડીરાત્રે બંને વચ્ચેનો ઝઘડો ઉગ્ર બનતા મહિલાએ ત્રીજા માળની બાલ્કનીમાંથી ઝંપલાવ્યું

સુરત જિલ્લાના પલસાણા ખાતે મોડી રાત્રીએ લિવ ઇનમાં રહેતા કપલ વચ્ચે રૂપિયા અને અન્ય બાબતે ઝઘડો થતા મહિલાએ ત્રીજા માળેથી પડતું મુકતા મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના અંગે પલસાણા પોલીસે નોંધ લઈ તપાસ હાથધરી છે

મળતી માહિતી અનુસાર સંતોષ ક્રિશ્નાકાંત ત્રિપાઠી (34)( મૂળ ગોપાલ નગર, જી .કાનપુર, ઉ.પ્ર) અને જ્યોતિ મહેન્દ્ર પ્રતાપ સિંગ (36) નાઓ છેલ્લા ત્રણ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને હાલ તેઓ 304 સુવર્ણ રેસીડેન્સી,સર્વોત્તમ હોટલની પાછળ તા.પલસાણા ખાતે રહેતા હતા બને વચ્ચે કેટલાય સમયથી કૃષ્ણાકાંતની પહેલી પત્ની અને રૂપિયા બાબતે બને વચ્ચે રકઝક ચાલતી હતી જે બાબતે ગુરુવારની મોડી રાત્રીએ બને વચ્ચે આ ઝગડો ફરી ઉગ્ર બનતા મોડી રાત્રીએ 1.30 વાગ્યાના અરસામાં જ્યોતિ સિંગનાઓએ તેઓના ત્રીજા માળે આવેલ ઘરની બાલ્કની માંથી પડતું જ્યોતિને માથામાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના અંગે સંતોષ કૃષ્ણાકાંત ત્રિપાઠીએ પલસાણા પોલિસ મથકના જાણ કરતા પોલિસે અકસ્માતે મોતની ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે

(11:44 pm IST)