ગુજરાત
News of Friday, 4th December 2020

રાજ્ય સરકારની મુશ્કેલીમાં ફરી વધારો: 8મીથી 4200 ગ્રેડ-પેની માંગણી સાથે શિક્ષકોનું આંદોલન

અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા આંદોલનનું રણશિંગુ ફૂંકશે

અમદાવાદ : હવે ગુજરાતમાં ફરીથી કોરોનાની સાથે આંદોલનના પણ બીજા તબક્કાનો દોર શરૂ થઈ રહ્યો છે.માર્ચ મહિના પહેલા રાજ્ય સરકાર સામે મોરચો માંડનારાઓનાં આંદોલનની ભરમાર હતી, ત્યારે હવે ફરીથી રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા આંદોલનનનું રણશીંગુ ફૂંકવામાં આવી રહ્યું છે. ફરીવાર ગુજરાતમાં આંદોલન માટે પ્રાથમિક શિક્ષણ મહાસંઘે એલાન કરી દીધું છે.

  પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી 8 ડિસેમ્બરથી પડતર પ્રશ્નોનેનું નિરાકરણ લાવવાની માગ સાથે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો આંદોલન પર ઉતરશે. શિક્ષકોની પડતર રહેલ વિવિધ માંગણીઓ જેવી કે 4200 ગ્રેડ પે, હેડ ટીચરના પ્રશ્નો વગેરે મુદ્દે શિક્ષકો વારંવાર રજૂઆત કરી ચુક્યા છે જોકે,હજુ સુધી તેમની માગણીઓ સંતોષવામાં આવી નથી ત્યારે તેઓ આંદોલનનાં મંડાણ કરવા જઈ રહ્યા છે.

(12:44 pm IST)